Published by : Rana Kajal
- વ્યારા પોલીસ મથકે પી આઈ અશ્વિન ખાટ સામે નોંધાઈ ફરિયાદ…
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ડમી પ્રકરણ અંગે યુવરાજસિંહની તપાસ ચાલી રહી છે. પરંતુ તપાસ કરનાર પી.આઇ અશ્વિન ખાંટ સહીત છ આરોપીઓ સામે વાલોડ પોલીસમા છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામા આવતા પીઆઈ રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં ચકચાર મચાવનાર ડમીકાંડ અંગે હાલ સઘન તપાસ ચાલી રહી છે. તેમજ રોજ નવા નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે ત્યારે આ ડમીકાંડ અને તોડકાંડની તપાસ કરતા પી.આઇ અશ્વિન ખાંટ અને અન્ય છ આરોપીઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો વાલોડ પોલીસ ખાતે દાખલ કરવામા આવ્યો છે જૉકે પીઆઈ ખાંટ રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે વાલોડના કુંભીયા, મોરદેવી અને બહેજની કવોરીના વહિવટ અંગે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે