Published by : Rana Kajal
કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નાના બાળકોને ગરમી થી બચાવવા માટે વાલીઓએ સતર્ક રહેવું જોઈએ.કાળઝાળ ગરમીના દિવસોમાં મોટા માણસોની જેમ નાના બાળકોને પણ માથાનો દુખાવો થવો, તાવ આવવો, ઝાડા થઈ જવાં વગેરે શારીરિક તકલીફો થાય છે. ત્યારે બાળકોને ગરમીની અસરથી બચાવવા માટે બાળકોને નારિયેળ પાણી આપવું જોઈએ બાળકો સામાન્યરીતે પાણી ઓછું પીવે છે. તેમને નારિયેળ પાણી ફાયદો કરી શકે છે. નારિયેળ પાણીમાં અમુક જરૂરી એન્જાઈમ્સ, ખનીજ અને વિટામીન હોય છે. તેમને એ ફાયદો કરી શકે છે. આ ઉપરાંત
બાળકોને ગરમીથી બચાવવા હોય તો તેમના શરીરમાં પાણીની અછત થવી જોઈએ નહીં. આનાથી બચવા માટે એવા ફૂડનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી બોડીમાં પાણી જળવાઈ રહે. ખીરા કાકડી શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. ખીરા કાકડીમાં વિટામીન એ,બી, કે અને ફાઈબર ખૂબ પ્રમાણમાં મળે છે. આને ખાવાથી લૂથી બચવામાં મદદ મળે છે આ ઉપરાંત બાળકોના પગના તળિયા ઉનાળા મા ખૂબ ગરમ થઈ જાય છે, તેમાંથી નીકળનારી ગરમી સીધી માથા પર ચઢે છે. આનાથી બચવા માટે ઠંડા પાણીની ડોલ કે ટબમાં પગ ડૂબાડીને રાખો. મોઢા પર ઠંડા પાણીના છાંટા મારતા રહો. આમ બાળકોને ગરમીની હાનિકારક અસર થી બચાવી શકાય છે.