અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ડેક્કન ફાઈનકેમ કંપની દ્વારા 29 લાખના ખર્ચે સિંગલ ડોનર પ્લેટલેટ અને પ્લાઝમા મશીન અર્પણ કરવામાં આવ્યું છે જેને લઇ હવે વડોદરા કે સુરત જેવા શહેરોમાં પ્લેટલેટ અને પ્લાઝમા ડોનેટ માટે જવું નહી પડે.
સૌ પ્રથમ ભરૂચ જિલ્લાના સાઈક્લિસટ ગ્રુપના સભ્ય નિલેશ ચૌહાણએ પ્લેટલેટ ડોનેટ કરી ખુશી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન ઈશ્વર સજ્જન,ડો મહેશ મિસ્ત્રી, મનિષ ભાઈ શાહ અને ડૉ આશિષ મોદી ઉપસ્થિત રહ્યા હતા.