ભરૂચમાં ગુરુવારે સાંજે શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી કલબ ખાતે ભરૂચ ડોક્યુમેન્ટરી કાર્યકમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધ ઓલડેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા ચેપ્ટર વન ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. લક્ષ્મીએ વસાવેલું શ્રીનગર, ભૃગુરુષીનું ભરૂચ, અનેક વિદેશી શાસકોના આધિપત્યમાં રહેલું બ્રોચ અંગે ડોક્યુમેન્ટરીમાં ઉલ્લેખ કરાયો હતો. ભારતની 8000 કરતા પણ વધુ વર્ષ જૂની ભરૂચ નગરીનો ઇતિહાસ, મહત્વ, તેના ઐતિહાસિક સ્થળ તેમજ જોવાલાયક સ્થળો ડોક્યુમેન્ટરીમાં વણી લેવાયો છે.