ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે ત્યારે આ ગુજરાત ગૌરવ યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી. ત્યારે નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષા રામેશ્વર તૈલી પણ જોડાયા હતા રામેશ્વર તેલીએ લોકોનું અભિવાદન પણ કર્યું હતું.

તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ખૂબ પ્રગતિ કરી છે ત્યારે તેઓએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બાબતે જણાવ્યું હતું કે કેજરીવાલ વડાપ્રધાન બનવાના મૂગેરીલાલ ના સપના જોઇ રહ્યા છે ત્યારે એ કોઈ દિવસ સાચા નહીં થાય અને વધુમાં તેમણે કેજરીવાલ પર આરોપ કર્યો હતો કે કેજરીવાલ એ જૂઠો માણસ છે અને જુઠા માણસોની આ પાર્ટી છે દિલ્હીમાં લોકોને ખોટા વાયદા કરીને ત્યાં સરકાર બનાવી છે અને અરવિંદ કેજરીવાલ એ પોતે એક જુઠ્ઠા માણસ છે અને જૂઠી વાતો કરે છે અને લોકોને ભોગવે છે તેમ તેમણે જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપની સરકાર બનશે.




