Published by : Rana Kajal
દેશમાં ચોક્કસ આયોજન વિનાના મુકવામાં આવતા પ્રોજેક્ટો કેટલા ખર્ચાળ સાબિત થાય છે. તેનું ઍક ઉદાહરણ જાણવા મળેલ છે જેમાં મૂળ માત્ર 8 કરોડનો પ્રોજેકટ 53 વર્ષે સાકાર થતા આ પ્રોજેક્ટ પાછળ 5177 કરોડ નો કુલ ખર્ચ થયો હતો.. આ પ્રોજેક્ટ અંગે વધુ વિગતે જોતા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં નીલવાંડા ડેમનો પ્રોજેક્ટ લગભગ 53 વર્ષ બાદ પુર્ણ થયો છે. 1970 માં માત્ર 8 કરોડના ખર્ચે ડેમ બનાવવા અંગેનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ અનેક કારણોસર આ પ્રોજેક્ટનું કામ લંબાતું ગયું અને સાથે સાથે ખર્ચ વધતો ગયો. હવે ખર્ચમાં 655 ગણો વધારો થયા બાદ હવે આ ડેમ 53 વર્ષે પુર્ણ થયો છે. ત્યારે એમ પણ કહેવાય રહ્યું છે કે ડેમનું સ્વપ્ન જોનાર ખેડૂતની ત્રીજી પેઢી ડેમ સાકાર થતો જોઈ તેમની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા