Published By : Patel Shital
- પંજાબના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા કરી વિનંતી…
કેનેડામાં હાલ 700 કરતા વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ જણાયું છે. વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના પંજાબના વતની હોવાના પગલે પંજાબના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશ પ્રધાન જયશંકરને આ સમસ્યાના નિરાકરણ અંગે યોગ્ય કરવા વિનંતી કરી છે સાથે જ મુલાકાતનો સમય પણ માંગ્યો છે.
મૂળ પંજાબના અને અન્ય રાજયના વતની એવા 700 કરતા વધુ વિદ્યાર્થીઓ હાલ કેનેડામાં ફસાયા છે અને તેમને ક્યારે દેશ નિકાલ કરી ભારત પરત મોકલવામાં આવે તે કહેવાય નહી એવી પરિસ્થિતિનું સર્જન થયુ છે. 700 કરતા વધુ વિદ્યાર્થીઓ કે જેમાં સૌથી વધુ પંજાબના વતની છે તેઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. પરંતુ આ વિદ્યાર્થીઓના એડમિશન ઑફર પત્ર નકલી જણાયા હતા તેથી હવે વિદ્યાર્થીઓ કેનેડામાં ફસાઈ ગયા છે ત્યારે પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલ એવા પ્રયાસો કરી રહ્યા છે કે જેથી ફસાયેલા વિદ્યાર્થીઓને વર્ક પરમીટ મળી શકે.