Published By : Patel Shital
- રાજયમાં કોંગ્રેસના નેતાઓએ પૈસા લઈને 35 ઉમેદવારોને ટિકિટો વેચી હોવાનો રિપોર્ટ આવ્યો સામે…
- ફેકટ ફાઇન્ડીગ કમિટીનો ચોંકાવનારો રિપોર્ટ…
- ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ બદલવા અંગે ચક્રો ગતિમાન…
મંદી, મોઘવારી અને બેકારી જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ હોવા છતાં અને અન્ય સ્થાનિક મુદ્દાઓ હોવા છતાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નોધપાત્ર દેખાવ ન કરી અત્યાર સુધીના રાજયના રાજકીય ઈતિહાસમાં સૌથી કંગાળ પરફોર્મન્સ બતાવી ખુબ ઓછી બેઠકો પર જીત મેળવી હતી.
કોંગ્રેસનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવું ધોવાણ કેમ થયુ તેના કારણો જાણવા ફેકટ ઍન્ડ ફાઇન્ડિંગ કમિટીની રચના નીતિન રાઉતના વડપણ હેઠળ કરવામાં આવી હતી. સમિતિમાં રાજ્યમાં ઉજળા સંજોગો હોવા છતા કોંગ્રેસને માત્ર 17 બેઠકો કેમ મળી તેની પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયુ હતું. જેમાં ચોંકાવનારા એવા તારણો જણાયા છે કે પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસને હરાવવા મેદાને પડ્યા હતા. તેમજ 35 ઉમેદવારો પાસેથી પૈસા લઈ ટિકિટ આપવામાં આવી હતી. આવા ઉમેદવારોના સમાજીક અને રાજકીય પાસા ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
હવે જ્યારે આવનાર લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકે તે માટે ગુજરાતના પ્રદેશ સ્તરના નેતાગીરીમાં ફેરફાર આવી શકે છે તેથી વિધાન સભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને અર્જુન મોઢવાડિયા અને અન્ય નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે.




