ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે અનેક મુદ્દાઓ પર તેમણે મોટા અને સૂચક નિવેદન આપ્યા હતા જેમાં ED ને લઈને ફેલાવવામાં આવી રહેલા પ્રચાર પર પણ તેમણે જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે ED સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે એક એજન્સી છે, જે નિયમો અને કાયદાનું પાલન કરે છે અને કરાવે છે. ED પોતાના નિર્ણય લઈ શકે છે, કોઈ પ્રાથમિક પૂરાવા મળ્યા બાદ અધિકારીઓ ક્યાંક તપાસ માટે જાય તો તે તેમના હાથમાં જ છે.
વીજળી પેદા કરવા માટે કોલસા પર વધતી નિર્ભરતાને લઈને પણ તેમણે જવાબ આપ્યો હતો કે માત્ર ભારત જ નહીં પશ્ચિમી દેશો પણ કોલસા તરફ આગળ વધી રહ્યા છે. બ્રિટનમાં વર્ષો જૂના થર્મલ પાવર ફરી શરૂ થઈ ગયા છે, દુનિયાના ઘણા દેશોએ ઉર્જા ઉત્પાદન માટે કોલસા તરફ પાછા જવું પડ્યું છે.
આખા વિશ્વમાં કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી જ અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે અને હજુ સુધી ઘણા દેશો તેમાંથી બહાર આવી શક્યા નથી, અમેરિકામાં તો મોંઘવારી દર આસમાને છે જેના કારણે બીજા પણ અનેક દેશો પર તેની અસર થઈ રહી છે. અમેરિકામાં છેલ્લા ઘણા દાયકાઓ બાદ આવી ગંભીર સ્થિતિ પેદા થઈ છે, જોકે કોરોના વાયરસ બાદ ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ જ તેજીથી વિકાસ કર્યો છે અને 2022 અને 2023માં આખા વિશ્વમાં સૌથી તેજીથી વિકસતી ઈકોનોમી આપણી જ છે ત્યારે ઘણા પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાયું છે, એ ઈર્ષ્યા ફૂટીને બહાર આવતી જોવા મળી છે, સ્પેન તથા અમેરિકાના અખબારોમાં ભારતને બદનામ કરવાને લઈને કાર્ટૂન તથા વિજ્ઞાપનોક છાપવામાં આવ્યા છે.




