Published By : Parul Patel
કેરળમાં એક અભૂતપૂર્વ બનાવ બન્યો હતો. કેરળના એક રેલ્વે સ્ટેશન ચેરિયાનાડ સ્ટેશન પર કોઈક કારણસર ટ્રેન સ્ટોપેજ હોવા છતાં ઉભી રહી ન હતી, જેથી પ્લેટફોર્મ પર ઉભા રહેલાં અને ટ્રેનની રાહ જોતાં મુસાફરોમાં અફરાતફરીનુ વાતવરણ ફેલાઇ ગયું હતું. મુસાફરોના જણાવ્યાં મુજબ તેઓ કેરળના આલપુઝા જિલ્લાનાં નાનકડા રેલ્વે સ્ટેશન ચેરિયાનાડ પર શોરાનુર તરફ જઈ રહેલ વેનાડ એકસપ્રેસ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. પરંતું મુસાફરોની નજર સામે વેનાડ એકસપ્રેસ સડસડાટ નીકળી ગઇ હતી. જોકે પછી એન્જીન ડ્રાયવરને તેની ભુલ સમજાતા તે ટ્રેન આશરે 700 મીટર રિવર્સ આવ્યા હતા અને મુસાફરોને ટ્રેનમાં બેસાડી લીધા હતા.