Published by : Rana Kajal
નવા સંસદ ભવનની ભવ્ય અને આધુનિક સુવિધાઓથી સજજ ઇમારત તૈયાર થઇ જતાં આવનારાં ટુંક સમયમાં નવા સંસદ ભવનનુ ઉદઘાટન કરવામાં આવશે. પરંતું તે પૂર્વે વિવાદ ઉભો થતા કેન્દ્રની ભાજપ સરકાર અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે… નવી દિલ્હી ખાતે આધુનિક ટેકનોલોજી આધારિત તૈયાર કરવામાં આવેલ સંસદ ભવનનું આવનારાં દિવસોમાં યોજાનાર છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો છે.આ વિવાદ અંગેની વિગત જોતા કોંગ્રેસ દ્વારા સરકાર પર બંધારણીય ઔચિત્ય ભંગ કરવાનો આક્ષેપ કરેલ છે. કોંગ્રેસના જણાવ્યાં મુજબ નવા સંસદ ભવનનુ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નહી પરંતું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ના હસ્તે થવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામા આવી રહીં છે. કોંગ્રેસના વડા મલ્લિકાર્જુંન ખડગે એ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે સંસદ એ સર્વોચ્ય વિધાયક સંસ્થા છે જ્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ય બંધારણીય સત્તા છે તેથી રાષ્ટ્રપતિના હસ્તે નવા સંસદ ભવનનુ ઉદઘાટન થવું જોઈએ સાથેજ કોંગ્રેસના નેતાએ ટકોર કરી હતી કે ડિસેમ્બર 2020માં નવી સંસદના શિલાન્યાસ સમારોહ માટે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સાથે જ કોંગ્રેસના નેતા ખડગેએ દાવો કર્યો હતો નવા સંસદ ભવનના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ મૂર્મુને આમંત્રણ આપવામાં આવ્યું નથી.