વડાપ્રધાન નરેંદ્ર મોદીની આજે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા તેઓના જન્મ દિવસને બેરોજગાર દિવસ તરીકે મનાવવામાં આવ્યો અને ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા,વસીમ ફડવાલા સહિતના કાર્યકરોએ ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો અને લોકસભામાં આપવામાં આવેલ માહિતી અનુસાર આઠ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત સાત લાખ લોકોને જ નોકરી આપી હોવા સાથે ૨૨ કરોડ અરજી આવી હોવા હોવાનું જણાવ્યું હતું અને ૧ કરોડ જેટલી જગ્યા ભરવાની બાકી હોવા છતાં પણ જગ્યાઓ ભરવામાં આવતી નથી જેને પગલે રોજગારી આપવાની સરકારની લોલીપોપ વાળી નીતિનો વિરોધ કરી વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ ભરવા સાથે બેરોજગારોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી છે.
તો ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરી કેક કટિંગ કર્યું. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે ૧૭ સપ્ટેબર બેરોજગાર દિવસની ટેગ લખેલ કેકનું કટિંગ કરી ડુંગળી, બટાકા અને ટામેટા સાથે રાખી રાષ્ટ્રીય બેરોજગાર દિવસ મનાવ્યો હતો, અને સ્થાનિક કક્ષા એ યુવાનોને નોકરી મળી રહે તે અંગેની માંગ કરી હતી. ભરૂચના પાંચબતી વિસ્તારમાં યોજાયેલ યુવક કોંગ્રેસના આ કાર્યક્રમમાં પ્રદેશ એન.એસ.યુ આઈ યોગેશ પટેલ ,જિલ્લા યુવક કોંગ્રેસના ઉપ પ્રમુખ ધીરેન કટારીયા, વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ શાહ, મોઇન મેમણ તેમજ સિનિયર કોંગી આગેવાન દિનેશભાઈ અડવાણી, જુબેરભાઈ પટેલ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.