Home Cricket BCCI પ્રાયોગિક ધોરણે નવો નિયમ લાગુ કરશે.. T20 મેચમાં  વચ્ચે ખેલાડી બદલી...

BCCI પ્રાયોગિક ધોરણે નવો નિયમ લાગુ કરશે.. T20 મેચમાં  વચ્ચે ખેલાડી બદલી શકાશે:

0
  • રિપ્લેસમેન્ટ પ્લેયર બેટિંગ-બોલિંગ પણ કરી શકશે, મુશ્તાક અલી ટ્રોફીથી લાગુ પડશે નિયમ
  • ટોસ પહેલા 11 પ્લેયર સાથે 4 ઇમ્પેક્ટ પ્લેયરના નામ આપવા પડશે

BCCI પ્રાયોગિક ધોરણે આ નિયમ 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક ટ્રોફીમાં લાગુ કરી રહી છે.જેમાં T20 ટીમોને હવે 4 વધારાના ખેલાડીઓ રાખવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે, જેથી મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરી શકાય. પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કરવામાં આવેલા ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર કહેવાશે, જેનો ઉપયોગ બન્ને ટીમ મેચ દરમિયાન માત્ર એકવાર કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ આ અંગે તમામ રાજ્ય એસોસિયેશનોને એક પરિપત્ર મોકલ્યો છે.

હાલ શું નિયમ છે?

હાલ T20 ટીમને પ્લેઈંગ ઈલેવન સાથે 12મા ખેલાડીનું નામ પણ આપવાનું હોય છે. 12મા ખેલાડીનો ઉપયોગ ટીમ ફિલ્ડિંગ દરમિયાન કરે છે, પરંતુ 12મો ખેલાડી બોલિંગ, બેટિંગ કે વિકેટકીપિંગ કરી શક્તો નથી.

ઓસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બેશમાં એક્સ ફેક્ટર નામથી આ નિયમ લાગુ છે. આમાં દરેક ટીમ પહેલી ઈનિંગમાં 10મી ઓવર પહેલાં 12મા કે 13મા ખેલાડીને પ્લેઈંગ 11માં સમાવેશ કરી શકે છે. આ દરમિયાન તે એવા ખેલાડીઓને બદલી શકાય છે, જેમણે બેટિંગ અથવા એક ઓવરથી વધુ બોલિંગ કરતા ન કરી હોય.

કેવી રીતે લાગુ પડશે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ

  • ટોસ પહેલાં ટીમે 11 પ્લેયર સાથે 4 ઈમ્પેક્ટ પ્લેયરનાં નામ પણ આપવા પડશે. ટીમે આની જાણ ફિલ્ડ એમ્પાયર અને ફોર્થ એમ્પાયરને કરવાની રહેશે. મેચ દરમિયાન સસ્પેન્ડ કરેલા ખેલાડીની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ નહીં કરી શકાય. બંને ઇનિંગ્સની 14મી ઓવર પહેલાં ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકાશે.
  • જે ખેલાડીને મેચની વચ્ચે બહાર કરી ઈમ્પેક્ટ ખેલાડીને લાવવામાં આવશે, તે ખેલાડીને મેચ દરમિયાન બીજી વખત ગ્રાઉન્ડમાં અંદર લાવી શકાશે નહીં. તે વધારાને ખેલાડી તરીકે પણ ફિલ્ડિંગ કરી શકશે નહીં.
  • બેટિંગ ટીમ વિકેટ પડે ત્યારે અથવા બ્રેક દરમિયાન ઈમ્પેક્ટ ખેલાડીનો ઉપયોગ કરી શકશે. તેને બેટિંગ માટે મોકલી શકશે, પરંતુ જે ખેલાડીના સ્થાને તે સામેલ થશે તે ફિલ્ડિંગ દરમિયાન પણ મેચમાં આવી શકશે નહીં.
  • જો બોલિંગ દરમિયાન કોઈ ટીમ એવા બોલરની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર લાવે કે જેણે પોતાની તમામ ઓવર પૂરી કરી લીધી છે, તો તે ઈમ્પેક્ટ પ્લેયરને અસર કરશે નહીં. ઈમ્પેક્ટ પ્લેયર 4 ઓવર ફેંકી શકશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version