Published By : Aarti Machhi
તાજેતરમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના ડાબા પગની નસ કપાઈ જવાની ધટના બની હતી. જે અંગે ખુદ અમિતાભે સોશીયલ મીડીયા દ્વારા જાણ કરી હતી. અમિતાભ બચ્ચનના બૂટમાં ઍક ધાતુના ટુકડાના પગલે આ ધટના બની હતી જૉકે આ ધટનાની જાણ થતાં જ આમિતાભના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. જૉકે અમિતાભે જણાવ્યુ હતુ કે ઇજાના પગલે વહેતા લોહીને રોકવા કેટલાક ટાંકા લેવા પડ્યા હતા. જૉકે તબીબોએ અમિતાભને ડાબા પગ પર વધૂ વજન ન લેવા તેમજ સાવધાની રાખવાની સલાહ આપી હતી.




