- ઇન્શ્યોરન્સ કંપનીએ આદેશ કર્યો છે કે.આ કેસ દરમિયાન દર્દીને સહન કરવી પડેલી માનસિક યાતના માટે પણ વળતર આપવું.
ગાંધીનગરનું કન્ઝ્યુમર કોર્ટે કોરાના સમયે ઇન્શ્યોરન્સ કંપનીઓને નકારેલા મેડિકલ ક્લેઇમ બાબતે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે અને ઇન્શ્યોરન્સ કંપનીએ આદેશ કર્યો છે કે, કોરાનાનાં દર્દીને હોસ્પિટલમાં થયેલો ખર્ચ આપવો અને આ કેસ દરમિયાન તેને સહન કરવી પડેલી માનસિક યાતના માટે પણ વળતર આપવું. એક બાજુ કોરોનાના હિસાબે લોકોની આર્થિક પરિસ્થિતિ અને બીજી બાજુ વીમા કંપનીઓએ કોરોનાગ્રસ્ત લોકોના વીમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પરિપત્ર આગળ ધરી વળતર નહીં ચૂકવીને દર્દીઓને બેવડો માર પડેલો. આવા કેસોમાં રાહત આપે તેવો ચુકાદો આવ્યો છે.
કોરોના મહામારી દરમ્યાન વીમા કંપનીઓ દ્વારા અનેક લોકોના ઇન્સ્યોરન્સ રદ્દ કરેલા અથવા વળતર ઉપર કાપ મુક્યો હતો. એ બાબતે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં અરજદારની કોરોનાની સારવાર પાછળ થયેલા ખર્ચની રકમ વીમા કંપનીએ AMC પરિપત્ર આગળ ધરી કપાત કરેલી હતી. જે અનુસંધાને અરજદારે કન્ઝ્યુમર કોર્ટના દરવાજા ખખડાવી અરજી કરી હતી. જે અરજીમાં વીમા કંપનીએ અરજદારની કપાત કરેલી રકમ AMCના સર્ક્યુલર મુજબ ચૂકવેલી છે, તેવી દલીલ વીમા કંપનીના વકીલએ કરેલી. જ્યારે અરજદારના એડવોકેટ એ.વી. ત્રિવેદીએ આ સર્ક્યુલર વીમા કંપની કે અરજદારને કેમ લાગુ પડી શકાય નહીં તે અંગેની દલીલ વિસ્તારપૂર્વક કરેલી અને તેથી તે બંધનકર્તા પણ નથી તેવો તેમનો પક્ષ રાખેલો હતો. આમ અરજદારના એડવોકેટ અમિતાભ ત્રિવેદીની દલીલ માન્ય રાખી CC/136/2021ના કેસમાં ઠરાવી મહત્વનો વિસ્તારપૂર્વક 18 પાનાનો કોર્ટે ચુકાદો આપેલો છે. આ ચુકાદાથી અરજદારોને વીમા કંપનીએ કલેમની કાપેલી રકમનું વળતર લેવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવેલો છે.