Published by : Rana Kajal
સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એટલું જ નહિ પરંતુ રાજધાની દિલ્હીમાં કોરોના પોઝેટિવ દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે. જેના પગલે કોર્ટમા માસ્ક અને કોરોના પ્રોટોકોલનું પાલન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત રાજ્ય સહીત દેશના અન્ય વિસ્તારોમા કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે….દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત હાલમાંજ કોરોનાંથી મુક્ત થયા છે. ત્યાં ન્યાયાધીશ જે. બી. પારડીવાલા, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ અનિરુદ્ધ બોસ, તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રા સહીત પાંચ ન્યાયાધીશોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. આજ કારણોસર કોર્ટે સંકુલમાં માસ્ક અને અન્ય કોવીડ પ્રોટોકોલ ફરજીયાત કરવામાં આવ્યા છે.. ગુજરાત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દી ઓમાં એકધારો વધારો થઈ રહ્યો છે તેથી લોકોને કોરોનાથી સાવધન રહેવા જણાવાયું છે




