Published By : Aarti Machhi
કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની હત્યા બાદ મેડિકલ કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ સતત રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુનિયર ડોકટરો, ઈન્ટર્ન અને અનુસ્નાતક તાલીમાર્થીઓ આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ તપાસની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટરની હત્યા કેસમાં ભાજપના નેતા અને કોલકાતા હાઈકોર્ટના વકીલ કૌસ્તવ બાગચીએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને તમામ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને આરામ ખંડોમાં યોગ્ય સુરક્ષા સાથે સીસીટીવી કેમેરા લગાવવાની વિનંતી કરી હતી. આ અરજી પર આવતીકાલે મંગળવારે સુનાવણી થશે. આ ભયાનક ઘટના બાદ આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે.