Published By : Aarti Machhi
હાલ વિશ્વભરમાં ગૂગલે નંબર વન છે. ત્યારે ગૂગલે તેના સર્ચ એન્જિન પાછળ અબજો રૂપિયા ખર્ચ કરતું હોવાનું હાલ અમેરિકન કોર્ટે જણાવ્યું છે. ગૂગલ દ્વારા ઓનલાઇન સર્ચ માર્કેટને 90 ટકા કન્ટ્રોલ કરવામાં આવે છે. મેપ માય ઇન્ડિયા અને ઓલા મેપનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડે છે, પરંતુ ગૂગલ મેપ્સના ફીચર યુઝર્સ માટે ફ્રીમાં હોય છે. જોકે બિઝનેસ અથવા તો નાની-મોટી સર્વિસ પૂરી પાડનાર કંપનીઓએ આ સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે.
અમેરિકાના જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે ગૂગલે નિયમનો ભંગ કર્યો છે. દુનિયામાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે રહેવા માટે અને પોતાની મોનોપોલી બનાવી રાખવા માટે ગૂગલ ગેરકાયદે અબજો રૂપિયા ખર્ચે છે. મોટી-મોટી કંપનીઓ સામે અમેરિકન ફેડરલ ઓથોરિટીની આ પહેલી જીત છે. અમેરિકામાં મોટા ભાગની મોબાઇલ કંપનીઓ સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટરમાં સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખે છે એ કાયદા વિરુદ્ધ છે. જોકે ગૂગલ આ માટે કંપનીઓને મોટી રકમ ચૂકવે છે અને એ પણ કરોડો, અબજો રૂપિયામાં. અમેરિકન સરકારને જ્યારે આ વાત ધ્યાનમાં આવી ત્યારે એ વિરુદ્ધ પગલાં લેવાનું નક્કી કર્યું અને એમાં ગૂગલે ગેરકાયદે કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કના શેરમાં હાલમાં જ 4.5 ટકાનો ઘટાડો એક દિવસમાં જોવા મળ્યો હતો. આલ્ફાબેટના 2023ના ટોટલ ટર્નઓવરમાં 77 ટકા ભાગ ગૂગલ એડવર્ટાઈઝિંગ છે. આલ્ફાબેટ કંપની દ્વારા અમેરિકન કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઊપરની કોર્ટમાં અપિલ કરવામાં આવશે. ગૂગલનું માનવું છે કે તેઓ સૌથી શ્રેષ્ઠ સર્વિસ આપે છે, પરંતુ એ લોકો સુધી સરળતાથી ન પહોંચે એ માટે લોકો વિવાદ ઉભો કરી રહ્યાં છે.