- વિડિયો ટ્વીટ કરીને વ્યક્ત કર્યો ઉમળકો….
ગુજરાતના અને તેમાં ય ખાસ કરીને વડોદરાના ગરબા…નવરાત્રીનો સૌ થી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે.ત્યારે ગઈકાલે વડોદરામાં વિશ્વના વિવિધ દેશોના ૬૦ જેટલા રાજદ્વારીઓ સાથે વિખ્યાત યુનાઈટેડ વે ઓફ બરોડા આયોજિત નવરાત્રી મહોત્સવ નિહાળીને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી આનંદ થી અભિભૂત થઈ ગયા અને તેમણે વિડિયો સાથે ટ્વીટ કરીને ગુજરાતના – વડોદરાના ગરબાને બિરદાવતી આનંદ ઉર્મિઓ વ્યક્ત કરી છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ ‘ ફરેલ એ આનંદ મિશ્રિત આશ્ચર્યના ભાવો વ્યક્ત કરતા તેમના ટ્વીટમાં લખ્યું છે કે,”મહામાતા દુર્ગાની વંદના માટેના ગુજરાતના ગરબા ઉત્સવને પહેલીવાર વડોદરામાં પ્રત્યક્ષ માણ્યો.”
આ અદભુત અનુભવ કરાવવા માટે ડો.એસ.જયશંકર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર.
ગરબા ખેલૈયાઓ નો જોશ,ઉત્સાહ અને આનંદ ખરેખર લાજવાબ છે.
યાદ રહે કે ગુજરાતના ગરબા નિહાળવા વિશ્વના દેશોના ૬૦ જેટલા રાજનયિકો ગરબા મેદાનમાં પધાર્યા હોય અને ભારતના વિદેશ મંત્રી તેમની સાથે જોડાયા હોય તેવી અદભુત ઘટના શનિવારે,નવરાત્રી મહોત્સવમાં પહેલીવાર ઘટી હતી.