Home Cricket ગુજરાતના યુવાનો ક્રિકેટ જગતમાં ઝળક્યા …

ગુજરાતના યુવાનો ક્રિકેટ જગતમાં ઝળક્યા …

0

Published By:- Bhavika Sasiya

પોરબંદરના યુવરાજસિંહ ડોડીયા અને રાજકોટના સ્નેલ પટેલની ઈન્ડિયા ‘એ’ ટીમમાં પસંદગી થઈ પાકિસ્તાન સહિતની ટીમ સામે ટકરાશે…..એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ઈન્ડિયા ‘એ’ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જાહેર થયેલી ટીમમા પોરબંદરના ઑલરાઉન્ડર યુવરાજસિંહ ડોડિયા અને સૌરાષ્ટ્ર ટીમમાં વિકેટકિપર-બેટર તરીકેની ભૂમિકા ભજવતા રાજકોટના સ્નેલ પટેલની પસંદગી કરવામાં આવી છે.જ્યારે ટીમના કોચ તરીકે રાજકોટના  સીતાંશુ કોટકની પસંદગી થઇ છે આ ટીમની કમાન યશ ઢુલને સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે અભિષેક શર્મા જવાબદારી વહન કરશે.

ઈમર્જિંગ એશિયા કપમાં ભાગ લેનારી ટીમમાં આઈપીએલ-2023ના ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ વતી  ફટકાબાજી કરનારા સ્ટાર સાઈ સુદર્શનને પણ આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત ‘એ’ અને પાકિસ્તાન ‘એ’ વચ્ચે મુકાબલો કોલંબો (શ્રીલંકા)ના એસએસસી ગ્રાઉન્ડ ઉપર 15 જૂલાઈએ રમાશે. જુનિયર ક્રિકેટ કમિટીએ શ્રીલંકાના કોલંબોમાં 13 થી 23 જૂલાઈ વચ્ચે રમાનારી આગામી એસીસી મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ભારત ‘એ’ ટીમની પસંદગી કરી હતી. આ ટૂર્નામેન્ટ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ઉપરાંત નેપાળ, અફઘાનિસ્તાન, ઓમાન, યુએઈ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ વન-ડે સ્ટાઈલ ઍટલે કે 50 ઓવરનું રહેશે. ભારત ‘એ’ને ગ્રુપ ‘બી’માં નેપાળ, યુએઈ અને પાકિસ્તાન ‘એ’ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા ‘એ’, બાંગ્લાદેશ ‘એ’, અફઘાનિસ્તાન ‘એ’ અને ઓમાન ‘એ’ને ગ્રુપ ‘એ’માં સામેલ કરાયું છે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. પહેલો સેમિફાઈનલ ગ્રુપ ‘એ’ના ટોચપર અને ગ્રુપ ‘બી’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે જ્યારે બીજો સેમિફાઈનલ 21 જૂલાઈએ ગ્રુપ ‘બી’ના ટોપર અને ગ્રુપ ‘એ’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 22 જૂલાઈએ રમાશે.

ભારત ‘એ’ ટીમ સાઈ સુદર્શન, અભિષેક શર્મા (વાઈસ કેપ્ટન), નિકિન જોસ, પ્રદોષ રંજન પૉલ, યશ ઢુલ (કેપ્ટન), રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), ધ્રુવ જુરેલ (વિકેટકિપર), માનવ સુથાર, યુવરાજસિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હંગરગેકરનો સમાવેશ થાય છે

જ્યારે  સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે: સ્નેલ પેલ, હર્ષ દુબે, નેહલ વઢેરા, મોહિત રેડકર અને કોચિંગ સ્ટાફ માં: સિતાંશુ કોટક (મુખ્ય કોચ), સાઈરાજ બહુતુલે (બોલિંગ કોચ), મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ) નો સમાવેશ થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version