Home Dharmik News અનોખા રિવાજો…બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારીએ સ્ત્રીનો વેશ કરવો પડે છે ધારણ…

અનોખા રિવાજો…બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારીએ સ્ત્રીનો વેશ કરવો પડે છે ધારણ…

0

Published By : Parul Patel

બદ્રીનાથ ધામમાં દેશનાં લોકોને ખુબ ધાર્મિક આસ્થા અને શ્રધ્ધા છે…બદ્રીનાથ ધામ ભારત અને ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. ધામના દરવાજા માર્ચ-એપ્રિલમાં તમામ ભક્તો માટે ખોલવામાં આવે છે, અને ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ કરવામાં આવે છે. જોકે ભગવાન બદ્રી વિશાલના દરવાજા બંધ કરવાની પ્રક્રિયા ખૂબ જ અનોખી છે. દરવાજા બંધ કરવાની વિધિ લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે. જેમાં ભગવાન ગણેશ, આદિ કેદાર, ખડગ પુષ્ટક અને મહાલક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ ગણેશની મૂર્તિને બદ્રીનાથ ધામના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે અને ગણેશ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ આદિ કેદારના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ખડગ પુસ્તકોની પૂજા કર્યા બાદ તેને પણ મંદિરમાં રાખવામાં આવે છે.

આ પ્રક્રિયા લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે, જેમાં પાંચમા દિવસે મંદિરના મુખ્ય પૂજારી પુરુષ હોવા છતાં માત્ર મહિલાઓની જેમ જ વસ્ત્રો પહેરે છે એટલું જ નહીં, તેમની જેમ સંપૂર્ણ મેકઅપ પણ કરે છે. તેની પાછળ ખૂબ જ રસપ્રદ કારણ છે. વાસ્તવમાં, મુખ્ય પૂજારી સ્ત્રીના વેશમાં લક્ષ્‍મીની મૂર્તિને ઉપાડે છે અને તેને મંદિરની અંદર ભગવાન વિષ્ણુની પંચાયતમાં મૂકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version