Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતના 20 જિલ્લાઓમાં સરકારી બ્લડ બેક નથી…ખાનગી બ્લડ બેંક દ્વારા શોષણ થતું...

ગુજરાતના 20 જિલ્લાઓમાં સરકારી બ્લડ બેક નથી…ખાનગી બ્લડ બેંક દ્વારા શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો…

Published by : Rana Kajal                                         

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં રક્તદાન સૌથી વધુ કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતના 20જિલ્લા પ્રાઇવેટ બ્લડબેંકના હવાલે છે. જેમા છોટા ઉદેપુર, નવસારી, અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં આદિવાસીઓને બ્લડ મેળવવામા ખૂબ મુશ્કેલી પડી રહી છે.દેશમા રક્તદાન કરવામા ગુજરાત નંબર વન છે. વિવિઘ સમાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ અને ક્લબો દ્વારા વખતો વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમ છતાં ગુજરાતના 20 જિલ્લામા સરકારી બ્લડ બેંક નથી.આ જિલ્લાઓ રક્તની જરૂરિયાતો માટે પ્રાઇવેટ, ચેરીટેબલ ટ્રસ્ટ અને રેડક્રોસના હવાલે છે . ભારત સરકારની આરોગ્ય અંગેની ગાઈડ લાઈન મુજબ દરેક જિલ્લામા ઍક સરકારી બ્લડ બેંક હોવી જોઈએ. વિવિઘ જિલ્લાઓમાં સરકારી બ્લડ બેંક ન હોવા અંગે વિધાનસભામા ધારાસભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેનો જવાબ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં 178 બ્લડ બેંક હોવાનુ જણાવ્યુ હતું. જોકે જે જિલ્લાઓમાં બ્લડ બેંક નથી તેવા જિલ્લાઓમાં સરકારી બ્લડ બેંક જલદીથી શરૂ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security