રાજ્યમાં એપલ આઈફોનની મોટાપાયે દાણચોરી થઈ રહી હોવાના અહેવાલો છે અને દિવાળી ઉપર મોટાપાયે વેચાણ થયું હોવાનું કહેવાય છે, મોટાપાયે આઈફોન માર્કેટમાં ગેરકાયદે વેચાણમાં કેટલાક તત્વો સક્રિય થયા અને હવાલા મારફતે ધંધો કરી લીધાની વાતોએ સંબંધીત વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સરકારી તિજોરીને મોટો ફટકો પડવાની વાતો વચ્ચે અતિ મોંઘા ફોન જે રૂપિયા પચાસ હજાર સુધીમાં વેચાય છે તેનો પચાસ ટકા હિસ્સો દાણચોરી દ્વારા ઘુસાડવામાં આવતા હોવાના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે,જેમાં મુખ્યત્વે 12 ટકા જીએસટીની ચોરી તેમજ 20 ટકા બેઝિક કસ્ટમ ડયુટી ચોરી થઈ રહી હોવાની વાતો તપાસનો વિષય બની છે.વડોદરાની વાત કરવામાં આવે તો અહીં મારવાન્સ મોબાઇલ,સરકાર મોબાઈલ અને જેવી મોટી દુકાનો ચર્ચાના પરિઘ માં હતી જે પૈકી સરકાર મોબાઈલ સહિત કેટલીક જગ્યાએ રેડ પડીતો રૂ.8.50 કરોડની જીએસટી ચોરી પકડાઈ હતી. જીએસટી વિભાગ દ્વારા ખાસ કરીને ખાનગી રાહે જો તપાસ થાયતો મોટો મામલો સામે આવી શકે છે.અહીં સેકન્ડ હેન્ડ મોબાઇલનુ પણ મોટું માર્કેટ ધમધમી રહ્યું છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ વેચાણનો મોટાપાયે ધંધો ચાલી રહ્યો છે. વડોદરામાં અગાઉ અલકાપુરી સહિત ત્રણ જગ્યાએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભરૂચ અને નવસારી સહિત સુરતના કેટલાક મોટા નામો હંમેશા ચર્ચામાં રહ્યા છે. વડોદરા થી લઈ દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આઈફોનનો ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની વાત તપાસનો વિષય બની છે.મુંબઈ, કલકત્તા, અમદાવાદ, ચેન્નાઇ એરપોર્ટ ઉપર કથિત રીતે ઉતરતો આ જથ્થો હવાલા મારફતે વહીવટ થતો હોવાની વાત ચર્ચામાં રહી છે જેની તપાસ કરવામાં આવે તો પાછલા રેકોર્ડ સામે આવી શકે તેમ છે. દાણચોરી મારફતે દુબઇ,હોંગકોંગ અને અમેરિકામાં ઝીરો ટેક્સનો ફાયદો ઉઠાવી દાણચોરી મારફતે મોટી કમાણી કરી રહ્યા હોવાની વાત છે. એક લાખમાં વેચાતો ફોન વિદેશી બજારમાં રૂપિયા 25થી 30 હજાર ઓછી કિંમતે વેચાય રહ્યા છે. પરિણામે દાણચોરીનો ધંધો પુર ભરમાં જામ્યો છે.અગાઉ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા કરોડો રૂપિયાના આઈફોન રિકવર કર્યા હતા અને તાજેતરમા હોંગકોંગથી 2 શંકાસ્પદ કન્સાઇનમેન્ટની તપાસ દરમિયાન આ માલ હોંગકોંગથી એર કાર્ગો કોમ્પ્લેક્સ (એસીસી) છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઈ) પર આવ્યો હતો. આયાત દસ્તાવેજોમા માલને ‘મેમરી કાર્ડ’ તરીકે બતાવાયો હતો જેની તપાસમાં સામે આવ્યું હતું કે કરોડો રૂપિયાની કિંમતના આઇફોન અને સ્માર્ટ વોચ છુપાવીને લાવવામાં આવ્યા હતા. DRI એ iPhone 13 Pro – 2245 iPhone, 13 Pro Max – 1401, Google Pixel 6 Pro – 12, Apple Smart Watch – 1 જપ્ત કર્યા હતા.