Home Ahmedabad ગુજરાતનું સૌથી મોટું જુગારધામ દરિયાપુરમાં સાડીના વેપારીએ બનાવ્યું…

ગુજરાતનું સૌથી મોટું જુગારધામ દરિયાપુરમાં સાડીના વેપારીએ બનાવ્યું…

0

Published By : Aarti Machhi

  • 3 મિત્રોએ 2013માં રેવા ભુવન ખરીદ્યું…

છેલ્લાં બે વર્ષમાં મનપસંદ જિમખાના પર બે મોટી રેડ થઈ અને હાઇટેક જુગારધામથી કુલ 200થી પણ વધુ જુગારીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. પહેલા તો અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી આ એક એવી જગ્યા હતી, જ્યાં પોલીસ અધિકારીઓ માટે રેડ કરવી પણ મોટો પડકાર ગણાતો હતો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રેવા ભુવન નામની એક ઈમારતમાં ઉપરના માળે મનપસંદ જિમખાનાના નામે હાઇટેક જુગારધામ ચાલે છે. મળતી માહિતી અનુસાર વર્ષ 1985-86ની આસપાસના સમયગાળાથી દરિયાપુરમાં ઘનશ્યામ ઢોલિયો વર્ષ 2010ની સાલ સુધી નાના પાયે સટ્ટો રમાડતો હતી. પછી ઘનશ્યાન અને એક મિત્ર ચંદુએ ભેગા મળીને તેમનો “ધંધો” વિસ્તારવા માટે પ્લાનિંગ કર્યું. આ શખસો જે-તે સમયે મુંબઈના મોટા મટકાકિંગ ગણતા હતા. ટૂંક જ સમયમાં અમદાવાદમાં તેમના ગેરકાયદે ધંધાએ તેજી પકડી લીધી હતી.

ઘનશ્યામનું નામ એટલું મોટું થઈ ગયું કે તેની આસપાસ કેટલાક લોકો હંમેશાં રહેતા જ હતા. આ જ ટોળામાં ગોવિંદ પટેલ નામનો એક યુવાન હતો, સાડીનો વેપાર કરતા ગોવિંદ પટેલ ઉર્ફે ગામાએ ઘનશ્યામ સાથે રહીને અમદાવાદમાં ચાલતા જુગારના ધંધામાં પગપેરાસો કરી લીધો અને પછી તક જોઈને જુગાર માટે પોતાનો જ એક અલગ અડ્ડો બનાવવાનું વિચાર્યું હતું. હવે ઘનશ્યામ અને ચંદુ પાછળ છૂટી ગયા હતા.

જુગારધામ પર પોલીસના દરોડા ન પડે એ માટે ગોવિંદે જ મનપસંદ જિમખાના તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે ઓનપેપર હવે આ જગ્યા પર કેટલીક રમતો કાયકાદીય રીતે રમાય છે એવું બતાવી શકાય. મનપસંદ જિમખાનાના સભ્યો બનવા માટે સમાચારપત્રોમાં જાહેરાતો અપાતી અને સભ્ય બનવા માટે વિવિધ સ્કીમ પણ બહાર પડતી હતી.

મળેલા સૂત્રો અનુસાર, પોલીસના દરોડા સમયે ગોવિંદ પટેલ અને ત્યાં હાજર અન્ય વહીવટદારો દરોડાની કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કરતા હતા. તેઓ કહેતા કે જિમખાનમાં મેમ્બર્સને જુગાર નહિ, પણ ગેમ્સ ઓફ સ્કિલ રમાડવામાં આવે છે. આમ, અમદાવાદના દરિયાપુરમાં આવેલી ત્રણ માળની આ ઇમારત છેલ્લાં 12થી 15 વર્ષમાં કબૂતરબાજીના નેટવર્કથી લઈને ગુજરાતના સૌથી મોટા જુગારધામ તરીકે અનેક વખત વિવાદમાં રહી ચૂકી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version