Home Bharuch ભરૂચમાં સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઇ…

ભરૂચમાં સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઇ…

0

Published By : Parul Patel

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સેરેબ્રલ એટલે મગજના બંને ભાગો અને લકવો એટલે શારીરિક હિલચાલના નિયંત્રણને નુકસાન પહોંચાડતી કોઈપણ વિકૃતિ અથવા નુકસાન. વિલિયમ લિટલ, એક પ્રખ્યાત સર્જન, 1760 માં બાળકોમાં જોવા મળતી અસાધારણતાની સારવાર વિશે ચર્ચા કરી હતી. જેમાં હાથ અને પગના સ્નાયુઓમાં જડતા જોવા મળે છે. આવા બાળકોને વસ્તુઓ પકડી રાખવામાં અને ચાલવામાં તકલીફ પડે છે, જે લાંબા સમયથી લિટલ ડિસીઝ તરીકે ઓળખાતી હતી. હવે તેને સેરેબ્રલ પાલ્સી કહેવામાં આવે છે.

ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનની ઓફિસ ખાતે પી.પી.સવાણી યુનિવર્સિટી અને રોટરી ક્લબ નર્મદા નગરી તેમજ મમતા રીહેબ સેન્ટર દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મગજની નબળાઈની બીમારીથી પીડાતા બાળકોના વાલીઓને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ઉદ્યોગપતિ પરાગ શેઠ, સાયકોલોજીસ્ટ યેશા શેઠ, રોટરી ક્લબ નર્મદા નગરી ભરૂચના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી અને પુર્વ પ્રમુખ એસ.બી.શાહ, પી.પી. સવાણી યુનિવર્સીટીના પ્રધ્યાપક એકતાબહેન, મોનાબહેન તેમજ વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનના ડાયરેક્ટર યુનુસ અમદાવાદી અને ઇનાયતભાઇ પટેલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version