Home News Update My Gujarat ગુજરાતમાં ચાલશે રાજસ્થાન મોડેલ? ગેહલોતની જાદુની પેટીમાંથી પ્રથમ નીકળી સ્વાસ્થ્ય યોજના

ગુજરાતમાં ચાલશે રાજસ્થાન મોડેલ? ગેહલોતની જાદુની પેટીમાંથી પ્રથમ નીકળી સ્વાસ્થ્ય યોજના

0
  • ચૂંટણી ઢંઢેરા પહેલા કોંગ્રેસનો વાયદો … પ્રત્યેક નાગરિકને 10 લાખ સુધીની મફત સારવાર
  • ટૂંક જ સમયમાં કોંગ્રેસનાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરાશે

જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. આ વાત કહી હતી ગુજરાતનાં કોંગ્રેસનાં ચૂંટણીનાં નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે. આજરોજ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કે સી વેણુગોપાલે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. ગુજરાતમાં ભાજપની સ્થિતી અત્યંત ખરાબ હોવાને કારણે જ ૯ મહિના અગાઉ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી છે અને વધુમાં બે દિવસ અગાઉ બે મંત્રીઓ પાસેથી ખાતાં છીનવી લેવામાં આવ્યા છે. આમ, ગુજરાત સરકાર જ કરપ્ટ અને બિનઅસરકારક હોવાનું નિવેદન વેણુગોપાલે કર્યું હતું. ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, સરકાર બદલવી અને મંત્રીઓના ખાતાં છીનવી લેવા એ વાત સુચવે છે કે ગુજરાત સરકારમાં જ ગરબડ છે. તમે જ વિચારો કે જો કોઈ તકલીફ ના હોત તો આવું કરવાની જરૂર જ શું હતી ? ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.

આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં લખો

ગહેલોતે આજે સવારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે. રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી. જો 2022માં કૉંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. ગુજરાતમાં રાઇટ ટુ હેલ્થ મોડલ લાગૂ કરાશે. જો કે આ વાયદાઓ મતદારોને રીઝવવામાં કેટલા અસરદાર નીવડે છે તે જોવું રહ્યું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version