Published by : Rana Kajal
ગુજરાત રાજયમાં પોલીસ કસ્ટડીમાં છેલ્લા 5વર્ષમાં 80વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.આ પ્રકારના મોતના બનાવો દેશમા ગુજરાતમા સૌથી વધુ બન્યા છે…કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017-18થી વર્ષ 2021-22ના સમયગાળા દરમિયાન પોલીસ કસ્ટડીમાં થયેલ મોતના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 80 મહારાષ્ટ્રમાં 76, ઉત્તર પ્રદેશમાં 41, તમિલનાડુ 40 અને 38 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ગુજરાતમા પોલીસ કસ્ટડીમાં નીપજેલ મોતના બનાવોમાં મોટા ભાગે બીમારીના કારણે અને ખુબ ઓછી સંખ્યામાં પોલીસના મારના કારણે મોત નીપજ્યા હતા.