Published By : Patel Shital
- છેલ્લા 2 વર્ષમાં 359 ખાનગી પ્રાથમિક શાળા અને 135 માધ્યમિક શાળાઓને મંજૂરી…
- જો કે ગ્રાન્ટેડ શાળા એક પણ નહીં…
- શું શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે…?
ગુજરાતમાં દર વર્ષે ખાનગી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેથી એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શું ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે…?
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને સરકારે મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક શાળાઓને મંજૂરી અપાઇ છે. જો કે હાલમાં રાજ્યમાં 30 હજાર સરકારી, 558 ગ્રાન્ટેડ અને 10 હજાર ખાનગી પ્રાથમિક શાળા આવેલી છે. સરકારી શિક્ષણને બદલે ખાનગીમાં મોંઘું શિક્ષણ બાળકોને મળે એવી સ્થિતિનું નિર્માણ કરાઈ રહ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે.




