Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ગુજરાતમાં પ્રથમ ચરણમાં મતદાનનો પ્રારંભ, એક કલાકમાં સરેરાશ 4.98 % મતદાન...

ગુજરાતમાં પ્રથમ ચરણમાં મતદાનનો પ્રારંભ, એક કલાકમાં સરેરાશ 4.98 % મતદાન…

  • 19 જિલ્લાની 89 બેઠકોમાં મતોત્સવમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં 7.76 % અને પોરબંદરમાં માત્ર 3.92 ટકા મતદાન
  • બેઠક વાઇઝ કપરાડામાં 10.30 ટકા અને સુરતના કતારગામ બેઠક ઉપર માત્ર 1.41 %
  • ભરૂચ જિલ્લાની 5 બેઠકનું સરેરાશ 4.67 %
  • નર્મદાની 2 બેઠકનું 5.30 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે 19 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન સવારે 8 કલાકથી જ શરૂ થવા સાથે ગુલાબી ઠંડીમાં પ્રારંભિક ધીમું જોવા મળ્યું હતું.ક્યાંક મતદાન મથકો ઉપર સવારથી જ કતારો તો ક્યાંક એકલ દોકલ મતદારોની હાજરી વર્તાય હતી. લોકશાહીના મહાપર્વમાં 89 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના 788 ઉમેદવારો મેદાનમાં ઉભા છે.

સવારે એક કલાકના મતદાનમાં ગુજરાતમાં સરેરાશ મતદાન માત્ર 5.03 ટકા રહ્યું હતું. સૌથી વધુ ડાંગ જિલ્લામાં 7.76 ટકા અને સૌથી ઓછું પોરબંદરમાં 3.92 ટકા મતદાનની સરેરાશ જોવા મળી હતી.બેઠક પ્રમાણે કપરાડા બેઠક ઉપર સૌથી વધુ 10.30 ટકા અને સુરતની કતારગામ બેઠક ઉપર એક કલાકમાં માત્ર 1.41 ટકા મતદાન રહ્યું હતું. ઉત્સાહ ભર્યા અને શાંત વાતાવરણમાં પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ હતી.ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માટે સરેરાશ 5.67 ટકા મતદાન સવારે 9 કલાક સુધી નોંધાયું હતું. જ્યારે નર્મદા જિલ્લાની 2 બેઠક માટે 5.30 ટકા મતદાન નોંધાયું હતું.સવારથી જ વિવિધ પક્ષના મોટા ભાગના ઉમેદવારો પોતાનું મતદાન નોંધાવી દીધું હતું. મતદાનમાં યુવા, મહિલા, વૃદ્ધઓ અને દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ધીમે ધીમે મતદાન મથકો ઉપર ઉમટી રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!