Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ગુજરાતની લેટેસ્ટ સસ્પેન્સ થ્રિલર ‘બટન’, કોને તારશે? કોને ડુબાડશે?

ગુજરાતની લેટેસ્ટ સસ્પેન્સ થ્રિલર ‘બટન’, કોને તારશે? કોને ડુબાડશે?

ન્યૂક્લિયર બટનથીયે પાવરફુલ છે EVMનું બટન! એની એક ક્લિકથી રાજ્ય-દેશની સત્તા બદલાઈ શકે છે. સારાં અને પ્રજાલક્ષી કામો કરનારા નેતાઓ-પાર્ટીઓને ફરી પાછી ખુરસી મળી પણ શકે છે. આપણી એક જ આંગળીના ટેરવે દબાતા આ બટનની શક્તિ કેટલી છે એ આપણા નેતાઓ સુપેરે જાણે છે. એટલે જ છેલ્લા બેએક મહિનાથી દેશભરના ખાંટુ નેતાઓ ગુજરાતની ધરા ધમરોળી રહ્યા છે. આ બટનની ક્લિકમાં કોઈને સત્તા ગુમાવવાનો ડર દેખાય છે, તો કોઈને એમાં સત્તા બનાવવાનો મોકો દેખાય છે, તો વળી કોઈક પાર્ટી ફરી બેઠી થઈને પોતાની હાજરી પુરાવવાનો અવસર એમાં ભાળે છે.
આ જ EVMના પાવરનો બખૂબી ઉજાગર કરતી ફિલ્મ 2017માં આવી હતી. નામ હતું, ‘ન્યૂટન’. રાજકુમાર રાવ અભિનિત એ ફિલ્મમાં એક નખશિખ પ્રામાણિક ચૂંટણી અધિકારી નક્સલ પ્રભાવિત અંતરિયાળ વિસ્તારમાં મતદાન કરાવવા માટે આભ-જમીન એક કરી દે છે એની વાત હતી. આજે આપણા ગુજરાતમાં પણ EVMનું ‘બટન’ દબાવીને મતદાન કરવાનો દિવસ છે.પોતાનાં મનમાં શું ચાલી રહ્યું છે એ ગુજરાતની જનતા ક્યારેય કળાવા ન દેતી નથી. આ ધીંગી ધરાની જનતાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બટનની એક જ ક્લિકથી ભલભલા નેતાઓના પગ તળેથી સત્તાની જાજમ ખેંચી લેતા પણ આવડે છે, તો પોતાનું સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય જેમાં દેખાય તે નેતાને ઊંચકીને ખુરસી પર બેસાડતા પણ આવડે છે. જુઠા વાયદાઓ કે કાલ્પનિક ભયથી આ રાજ્યની જનતા ભરમાતી નથી અને ભલભલા ચમરબંધીની શેહ-શરમ કે સાડાબારી રાખતી નથી. એટલે જ EVMના બટનના બજારમાં ભલભલા નેતાઓને એમ્બ્યુલન્સની સાયરન કે પોતાની રાજકીય કારકિર્દીનો મૃત્યુઘંટ સુધ્ધાં સંભળાય છે, પરંતુ નાગરિક તરીકે આપણા માટે તે ધબકતી લોકશાહીનો ઘંટારવ છે. પાંચ-પાંચ વરસ સુધી કાળી મહેનત કરીને બચાવેલા પૈસામાંથી જે ટેક્સ ભર્યા એનો શું ઉપયોગ થયો એનો હિસાબ માગવાનો આ સમય છે.
આજે આ સમય છે. આજે એટલે કે 1 ડિસેમ્બરે અને ચાર દિવસ પછી 5 ડિસેમ્બરે ગુજરાતમાં અનુક્રમે પહેલા અને બીજા તબક્કાના મતદાનનું શુભ મુહૂર્ત છે. આપણે સૌ આપણા તમામ કામોમાંથી થોડો સમય ફાળવીને અચૂક મતદાન કરીએ અને હજારો લોકોનાં બલિદાન પછી મળેલી મહામૂલી આઝાદીના આ પર્વને ઉલ્લાસભેર વધાવી લઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security