AIMIM અસદુદ્દીન ઔવેશી દક્ષિણ ગુજરાતનાં પ્રવાસે હતા ત્યારે તેઓએ લોકોને સંબોધી ભાજપા અને કોંગ્રેસનાં નેતાઓને આડે હાથ લીધા હતા. તેઓએ મતાધિકારનો ઉપયોગ કરવાની સાથે સમજી વિચારીને મત આપવા જણાવ્યુ હતું. AIMIM અસદુદ્દીન ઔવેશી ડાંગ આવી પોહ્ચ્યા.તેઓએ જણાવ્યુ હતું કે તમારા કિમતી મતનો યોગ્ય ઉપયોગ કરો. સાથે જ એમણે જણાવ્યુ કે આપણે ત્યાં દરેક સમાજમાં એક લીડર બનાવી દેવામાં આવ્યા છે. તેઓએ પોતાના ઉમેદવારને મત આપવાનો અનુરોધ કર્યો હતો. અને જણાવ્યુ હતું કે તમારો મત અબ્દુલ બશીર શેખને મત આપો. મેં ગુજરાત બનાવ્યું મોદીએ કહ્યું.પરંતુ શું તેઓ અહી ના રહેતા હોત તો ગુજરાત ના બનત. ગુજરાતને ગુજરાતના લોકોએ બનાવ્યું છે. ગુજરાતને ડાંગના આદિવાસીઓએ બનાવ્યું છે.ઔવેશીએ ભાજપ પર નિશાના સાધીને કહ્યું હતું કે ગુજરાતમાં મોરબીનો બ્રિજ બનાવ્યો જે પાંચ દિવસમાં પડી ગયો.અને જે ને બ્રિજ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેઓ ઘરમાં બેઠા બેઠા આરામ કરે છે.આ બધા માટે જવાબદાર કોણ? ગુજરાતની જનતાની કિંમત માત્ર 12 લાખ રૂપિયા છે? મારા હૈદરાબાદમાં તમારા હિન્દૂ ભાઈઓ રહે છે. અમે તેઓની સમસ્યાઓ સાંભળી અને તેમને હેલ્પ કરીએ છીએ. તમે ગુજરાત બનાવ્યું નથી ગુજરાતના લોકોએ ગુજરાત બનાવ્યું છે.
(ઇનપુટ:જયેન્દ્ર પાંડે, સુરત)





