- 2500 થી ઓછા મતોથી થયેલ હાર-જીત અંગે મહત્વનું વિશ્લેષણ…
ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કયા કયા પરિબળો ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે તે અંગે તમામ રાજકીય પક્ષોએ વિશ્લેષણ કરવાની શરૂઆત કરી દીધી છે. એવુ મનાઇ રહ્યું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં યુવાનોના મત અને વિસ્તાર મહત્વનું પરિબળ સાબિત થશે. વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં 12 બેઠકો પર કોંગ્રેસ 2500 કરતા ઓછા મત થી જીતી હતી. આવી બેઠકોમાં ધાનેરા, દિયોદર, માણસા, વાંકાનેર, રાજકોટ ગ્રામ્ય, તળાજા, જામ જોધપુર, સોજીત્રા, છોટા ઉદેપુર, ડાંગ, કપરાડા, નો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી વિજાપુર, પ્રાંતિજ, ધોળકા, ગારિયાધાર, બોટાદ, ખંભાત, ઉમરેઠ, માતર અને ગોધરા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આવનાર વિધાનસભાની ચુંટણીમાં આવી બેઠકોના પરિણામો બદલાય તેવી શક્યતા જણાઈ રહી છે.




