આવનાર તા ૧ ડિસેમ્બરના રોજ ભરુચ જિલ્લા સહીત ગુજરાતના વિવિઘ જિલ્લાઓમાં પ્રથમ ચરણની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. પરંતુ ચૂંટણીના દિવસો દરમિયાન કડકડતી ઠંડીનું વાતાવરણ સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે. જે અંગે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જો આ આગાહી સાચી પડે અને ચૂંટણીના દિવસો દરમિયાન કડકડતી ઠંડીનુ વાતાવરણ સર્જાય તો તેની અસર શું થઈ શકે તે અંગેની વિગતો જોતા સૌ પ્રથમ તો સમી સાંજ થી રાત્રીના સમય સુધી યોજાતી જાહેર સભાઓમાં લોકોની સંખ્યા ઓછી રહે તેવી સંભાવના છે સાથે જ ચૂંટણીના દીવસે વહેલી સવારે મતદાનની ટકાવારી ઓછી રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
ગુજરાત માં વિધાન સભાની ચુંટણીના સમયે કડકડતી ઠંડીનો ચમકારો રહેશે….
RELATED ARTICLES




