Home News Update My Gujarat ગુજરાત રાજયના રાજકોટને કોરી ખાતું કુપોષણ હવે ગંભીર સમસ્યા….

ગુજરાત રાજયના રાજકોટને કોરી ખાતું કુપોષણ હવે ગંભીર સમસ્યા….

0

રાજકોટ

ગુજરાત રાજયના રાજકોટ નગરમાં કુપોષણ ગંભીર સમસ્યા સાબીત થઈ રહી છે રાજકોટમાં એક વર્ષમાં ઓછા વજન સાથે 2667 બાળક જન્મ્યા, 6000થી વધુ અતિ કુપોષિત બાળકો જણાયા હતા તેમાં પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ શહેર કરતા વધુ ગંભીર બનતા ગ્રામ્ય વિસ્તાર ને રેડ ઝોનમાં મુકાયું હતું આ અંગે વિગતે જોતાં જન્મ સમયે​​​​​​​ 2500 ​​​​​​​ગ્રામથી વધુ વજન હોય તો તે સ્વસ્થ બાળક અને 1800 ગ્રામથી ઓછું વજન હોય તો લો બર્થ વેઈટ ગણાય છે સમગ્ર રાજકોટ નગર હાલ બાળકોના કુપોષણ સામે લડી રહ્યું છે રાજકોટમાં મનપા સંચાલિત આંગણવાડીઓ મારફત કુપોષિત બાળકોનો સર્વે કરીને તેને પોષણ પૂરું પાડવાની  કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ આંકડાકીય માહિતી જોઇએ તો રાજકોટ શહેરમાં 6000થી વધુ કુપોષિત બાળકો છે.આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં 6218 જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 6471 બાળક અતિકુપોષિત શ્રેણીમાં મુકાયા છે. ચાલુ નાણાકીય વર્ષના આ આંક મુજબ રાજકોટ શહેર અને જિલ્લાને રેડ ઝોનમાં મુકાયા છે. જ્યારે બીજી તરફ લો બર્થ વેઈટ એટલે કે 1.8 કિલો કરતા ઓછા વજન સાથે જન્મેલા શિશુઓની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ જિલ્લામાં 6 મહિનામાં 2029 બાળક ઓછા વજન સાથે જન્મ્યા છે. આ કારણે રાજકોટ જિલ્લાને રેડ ઝોનમાં મુકાયું છે અને સામાન્ય વજનની સરખામણીએ ઓછા વજનના જન્મના પ્રમાણમાં સૌથી ખરાબ ગણાતા કરતા 5 જિલ્લામાંથી રાજકોટ એક જીલ્લો બન્યો છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version