- જ્ઞાતિ મુજબ મતદારોની યાદી સામે આવી….
ચુંટણીના પરિણામો નકકી કરવામાં જ્ઞાતિના સમીકરણો ખૂબ મહત્વના સાબિત થાય છે. આવનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પણ જ્ઞાતિના સમીકરણો પરિણામો નકકી કરશે એમ મનાઇ રહ્યુ છે. આજ કારણોસર વિવિઘ રાજકિય પક્ષો દ્વારા જ્ઞાતિના સમીકરણો ને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં જ ગુજરાત રાજયના મતદારોની જ્ઞાતિ આધારિત માહીતી બહાર પાડવામાં આવી છે. તે મુજબ ગુજરાતના મતદારોમાં પાટીદાર 15 ટકા, ઓબીસી 40 ટકા, અનુસૂચિત જાતિ 7 ટકા, મુસ્લીમ 10 ટકા, અન્ય જાતિ 9 ટકા અને રાજપૂત 4 ટકાનો સમાવેશ થાય છે.




