- ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબના માર્કેટમાં ઘઉંનો સ્ટોક ખુબ ઓછો…
રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે તેમજ ગત વર્ષે ઘઉંનું થયેલું ઓછું ઉત્પાદન સહીત માંગ વધતા દેશમાં ઘઉંનો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંના ભાવમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા 3000ને પાર થયા છે. બીજી તરફ પૂર્વ ભારતની APMCમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. તો ઘઉંના ભાવ વધવાના કારણે લોટનો ભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લોટમાં વભાવમાં વધારો થઇ 35થી 40 રૂપિયે કિલો મળી રહ્યો છે.
ઘઉંની વધતી જતી કિંમતો અંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ખુલ્લા માર્કેટમાંથી ઘઉંની સપ્લાય થઈ રહી નથી. પૂર્વ ભારતની APMCમાં ઘઉંની અછત છે. ઉત્તરપ્રદેશની APMCમાં પણ સ્ટોક ખુબ જ ઓછો હોવાના કારણે ગુજરાતમાંથી ઘઉં આવી રહ્યા છે. હરિયાણા અને પંજાબમાં પણ જથ્થા બંધ વેપારી અને ખેડૂતો પાસે પણ ઘઉંનો સ્ટોક ઓછો છે. આવી સ્થિતિમાં ઓછા પુરવઠાના કારણે માંગ વધવાથી ઘઉંની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.




