Published By : Disha PJB
ગૃહ મંત્રીને આવકારતા સાંસદ પુનમબેન માડમ, પબુભા માણેક સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી કર્યું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા, તા. ૨૦ મે- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના બે દિવસીય પ્રવાસે પધારેલા હોય આજરોજ તેઓ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા.
સાંસદ પૂનમબેન માડમ, પબુભા માણેક, જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ વી.ડી. મોરી , મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તેમજ ભરતભાઈ ગોજીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પાલભાઈ કરમુર સહિતના મહાનુભાવો તથા નિવાસી અધિક કલેક્ટર ભુપેશભાઈ જોટાણીયા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, બી.એસ.એફ.ના ડીજી એસ. એલ. થાઉસેન, ખંભાળિયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, દેવભૂમિ દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સહિતના અધિકારીઓએ ગૃહમંત્રી અમિત શાહનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.