Home Administration વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ : વડોદરાથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રૂ. ૮૨ કરોડના...

વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ : વડોદરાથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રૂ. ૮૨ કરોડના પ્રક્લપોનું ઇ-ખાતમુહૂર્ત કરશે.

0

Published By : Disha PJB

આરોગ્યમંત્રીના હસ્તે મધ્યગુજરાતને આરોગ્યલક્ષી વિકાસકાર્યોની ભેટ મળશે. વડોદરામાં નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલના મોજરી ખાતેના P.H.Cનું લોકાર્પણ થશે. છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ ફિલ્ડ હોસ્પિટલ, ૪૨ બેડ પિડીયાટ્રીક, ૨૦ બેડ આઇ.સી.યુ. અને ૫૦ બેડ ક્રિટીકલ કેર બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત થશે. છોટાઉદેપુરના પાનવડ અને ખેડા ના કપડવંજ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત થશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવાર, ૨૧ મે ના રોજ વડોદરા ખાતેથી રૂ. ૮૧.૯૫ કરોડની રકમના વિવિધ આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં અર્પણ કરશે.

આ વિકાસ પ્રકલ્પોમાં વડોદરાના સયાજીપથ પાસે રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્યકેન્દ્રનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મધ્યગુજરાતમાં રૂ. ૮૨ કરોડથી વધુની રકમના આરોગ્યલક્ષી વિકાસકાર્યોની મળનાર ભેટ મધ્યગુજરાતના જન જનની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version