બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના અભિનેતા અને પટકથા લેખક ઝીશાન કાદરી ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ઝીશાન વિરુદ્ધ રાંચીના હિંદપીરી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઝીશાન પર એવો આરોપ છે કે તેણે રાંચીની એક હોટલ માટે 29 લાખ રૂપિયા ચૂકવ્યા નથી. જો કે હજુ સુધી ઝીશાને આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
હોટલના મેનેજર દ્વારા જીશાન વિરુદ્ધ આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ઝીશાને 2020માં વેબ સિરીઝ ‘ફુરે’ના શૂટિંગ માટે ઘણા રૂમ બુક કરાવ્યા હતા. પરંતુ તેણે હજુ સુધી તેના પૈસા ચૂકવ્યા નથી. જીશાન કાદરીનું કુલ બિલ 35 લાખ રૂપિયા હતું. જેમાંથી તેણે માત્ર 6 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ઝીશાન પર અગાઉ પણ મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો.