Published by : Rana Kajal
હાંસોટ તાલુકાની સરકારી જમીન અને વનખાડી ઉપર ગેરકાયદેસર ઝીંગા તળાવનું દબાણ દુર કરવા મુદ્દે હાંસોટ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
હાંસોટ તાલુકાના જાગૃત નાગરિકો શૈલેન્દ્રસિંહ વસી સહિતના આગેવાનોએ હાંસોટ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાંસોટ તાલુકાના કેટલાક ગામની સીમમાં અને વંદખાડી કિનારે સરકારી જમીન ઉપર સ્થાનિક લોકોના નામે ફાઈલો મંજુર કરાવી સુરત ઝીંગા ઉત્પાદન કરનાર ઈસમો પાંચ હેકટરમાં ફાઈલો પાસ કરી પોતાની મરજી મુજબ સરકારી જમીનમાં દબાણો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જે દબાણ કરેલ ઝીંગા તળાવોને લીધે ખેડૂતોની જમીનમાં પાણીનો ભરાવો ચાર દિવસ સુધી રહે છે જેને કારણે દન્ત્રાઈ ખાડીનો પુલ પણ ચોમાસામાં પાણીમાં ગરકાવ થઇ જવાથી અનેક ગામોના ખેડૂતોને તકલીફ પડતી હોવાથી આ ગેરકાયદેસર ઝીંગા તળાવો દુર કરવા સાથે તાત્કાલિક યોગ્ય પગલા ભાવમાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો પગલા નહી લેવામાં આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.