Home Entertainment ઉનાળાના વેકેશનમાં ગરમીથી દૂર ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે રજાઓ માણવાની અને ફરવાની સુંદર જગ્યાઓ…હિલ...

ઉનાળાના વેકેશનમાં ગરમીથી દૂર ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે રજાઓ માણવાની અને ફરવાની સુંદર જગ્યાઓ…હિલ સ્ટેશન…

0

Published By : Parul Patel

ભારતમાં ત્રણ ઋતુઓ પૈકી ઉનાળાના મહિનાઓ મે અને જૂન ખુબજ અકારા લાગે છે. તેમાં પણ મે મહિનામાં સૌથી વધારે ગરમી હોય છે, આ સાથે જ બાળકોને પણ મેં મહિનામાં લાંબી રજાઓ હોય છે. આજના બાળકો કોઈ ગામડાઓમાં કે પોતાના નેટિવ પ્લેસમાં જવાનું પસંદ નથી કરતા. જેના કારણે દરેક વ્યક્તિ સારી જગ્યાએ વિતાવવાનું પસંદ કરે છે. જાણીશુ એવી કેટલીક જગ્યાઓ વિશે, જ્યાં મે મહિનામાં મુલાકાત લઈ શકાય :

  • મધ્ય પ્રદેશ : ઉનાળામાં લોકો ગુફાઓ અને તળાવોની મુલાકાત લેવા પંચમઢી હિલ આવે છે જે મધ્યપ્રદેશમાં સ્થિત છે. અહીં ઉનાળાના દિવસોમાં તાપમાન 5 થી 30 ડિગ્રીની વચ્ચે રહે છે. અહીં બોટિંગ અને ટ્રેકિંગની પણ વ્યવસ્થા છે અને વોટર ફોલની મજા પણ માણી શકો છો. અહીંની પાંડવ ગુફા ઘણી લોકપ્રિય છે.

મધ્ય પ્રદેશ :પંચમઢી હિલ

  • આંધ્ર પ્રદેશ : હર્ષિલ હિલ્સ પણ ઉનાળામાં રાહત માટે બેસ્ટ લોકેશન છે. અહીં તમને વાદળી ગુલમહોર કોરલ અને નીલગિરીના વૃક્ષો જોવા મળશે. અહીંનું વાતાવરણ પણ ઠંડુ રહે છે. વેંકટેશ સ્વામી મંદિર, રામકૃષ્ણ બીચ, ઉંડાવલી ગુફા અહીંની ફેમસ જગ્યામાંથી એક છે.

આંધ્ર પ્રદેશ : હર્ષિલ હિલ્સ

  • જમ્મુ અને કાશ્મીર : ગુલમર્ગ જેને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં વર્ષના દરેક મહિનામાં બરફ જોવા મળે છે. ગુલમર્ગમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત ગોલ્ફ કોર્સ પણ છે. બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે.

જમ્મુ અને કાશ્મીર : ગુલમર્ગ

  • ઉત્તરાખંડ : કૌસાની ઉત્તરાખંડ રાજ્યમાં આવેલુ છે. અહીં ઘણા ગામો છે, જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમાંથી આ એક પહાળોની ટોચ પર આવેલું છે. તેની આસપાસ મોટા પાઈન વૃક્ષો છે.

ઉત્તરાખંડ : કૌસાની
  • કેરળ : મુન્નારની સુંદરતા અદ્ભુત છે. અહીંના કાર્મિક ગીરી અને હાથી પાર્ક ખૂબ ફેમસ છે. સાથે અહીં ટ્રેકિંગ પણ કરી શકાય છે. સીતા દેવી તળાવની મુલાકાત પણ લઇ શકા. , ચાના બગીચાઓ ખુબજ સુંદર છે જે આંખોને શાંતિ આપે છે.

કેરળ : મુન્નાર

  • આસામ : શિલોંગ ઉનાળામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. તે ભારતના મુખ્ય હિલ સ્ટેશનોમાંથી એક છે. શિલોંગ સુંદર પર્વતો અને વનસ્પતિઓથી ઘેરાયેલું છે. અહીં ઘણા ધોધ પણ છે.

આસામ : શિલોંગ

  • હિમાચલ પ્રદેશ : શિમલા હિલ સ્ટેશનએ ભારતના મુખ્ય હિલ સ્ટેશન પૈકીનું એક છે. ઉનાળામાં લોકો દૂર-દૂરથી અહીં ફરવા આવે છે. શિમલામાં, તમે કુફરી, ચેડવિક ધોધ જેવા સારા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં તાપમાન 15 થી 30 ડિગ્રી વચ્ચે રહે છે.

હિમાચલ પ્રદેશ : શિમલા હિલ

  • નૈનીતાલ : નૈનીતાલનું પ્રખ્યાત નૈની તળાવ બોટિંગ માટે ફેમસ છે. અહીંનું નૈના દેવી મંદિરનું પણ આકર્ષણ છે. ઠંડીનો અનુભવ કરવા માટે મે મહિનામાં આ બેસ્ટ પ્લેસ છે. નૈનીતાલનું સૌથી ઊંચું શિખર નૈના પીક છે જે 2615 મીટર ઊંચું છે.

નૈનીતાલ : સ્નો ફોલ પોઇન્ટ

  • મનાલી : જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો સોલાંગ વેલી, ગોમ્પા મઠ અને જોગિની ફોલ્સ છે. મનની શાંતિ માટે હરિ આશ્રમ જઈ શકાય. યાક રાઈડનો આનંદ પણ લઇ શકાય. મે મહિનામાં મનાલીનું તાપમાન 15 ડિગ્રીથી 25 ડિગ્રીની વચ્ચે રહે છે.

મનાલી : ગોમ્પા મઠ

  • સિક્કિમ :ગંગટોક સિક્કિમમાં આવેલ છે, આ જગ્યા પણ બરફથી ઢંકાયેલી છે. તેથી ઉનાળાની ઋતુમાં પણ ગંગટોક એકદમ ઠંડુ રહે છે. અહીં પ્રાચીન બૌદ્ધ મઠો અને ચાના બગીચા જોવા મળે છે. શિવાલિક ટેકરીઓ ગંગટોકથી 1437 મીટરની ઉંચાઈ પર આવેલી છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ, નાથુલા પાસ, ઝાકરી ફોલ્સ, ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાત લઈ શકાય છે.

સિક્કિમ : બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ

      NO COMMENTS

      LEAVE A REPLY

      Please enter your comment!
      Please enter your name here

      error: Content is protected !!
      Exit mobile version