Published by : Rana Kajal
ભારતીય કારોબારી ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે બુધવારે તેની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) માટે ફ્લોર પ્રાઇસ વધારીને રૂ. 20,000 કરોડ કરવાની જાહેરાત કરી હતી. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હશે. કંપનીએ ઈક્વિટી શેર દીઠ રૂ. 3,112ની ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે જે 27 જાન્યુઆરીએ ખુલશે. તમામ કેટેગરીના રોકાણકારો માટે ઓફરની કેપ પ્રાઇસ શેર દીઠ રૂ. 3,276 નક્કી કરવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે ઓફરના રિટેઇલ ભાગમાં બિડ કરતા છૂટક વ્યક્તિગત રોકાણકારો માટે એફપીઓ ઇક્વિટી શેર દીઠ રૂ. 64ના ડિસ્કાઉન્ટને પણ મંજૂરી આપી છે. આ એફપીઓમાં લઘુત્તમ લોટ 4 શેરનો હશે. તે પછી તેને ચાર શેરના લોટમાં ખરીદી શકાય છે.
કંપનીએ FPO માટે તેના પેપર્સ ફાઈલ કર્યાને માત્ર એક દિવસ થયો છે, વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવાની બાકી છે. જો કે, અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસે જેફરીઝ, ICICI સિક્યોરિટીઝ, SBI કેપિટલ, બેન્ક ઓફ બરોડા કેપિટલ, ઇલારા કેપિટલ અને અન્ય કેટલાકને ઇશ્યૂ માટે લીડ બેન્કર્સ તરીકે નિયુક્ત કર્યા છે.




