Published By: Parul Patel
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સીધો આક્ષેપ કરેલ છે. સાંસદે ટ્વિટ કરી જણાવ્યુ કે, સુપ્રીમ કોર્ટે સેબીને અદાણીના કેસમાં તપાસનો આદેશ આપ્યો છે. જ્યારે સેબીની કોર્પોરેટ ગવર્નન્સ અને ઇનસાઇડર ટ્રેડિંગની સમિતિના સભ્ય સિરિલ શ્રોફની દિકરીના લગ્ન અદાણીના પુત્ર સાથે થયા છે.


‘સાંસદનો આ આક્ષેપ સ્ફોટક છે ઉદ્યોગ પતિ ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપો કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ વિવિધ રાજકીય પક્ષો પણ હવે આંગળી ચીંધી રહ્યા છે. જેમકે કોંગ્રેસના રાહુલ ગાંધી બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. મહુઆ મોઇત્રાએ એક ટ્વિટરમાં લખ્યુ કે. ’સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસનો આદેશ કર્યો, તો અદાણીએ કહ્યું કે સત્યની જીત થશે. જ્યારે તેમના દિકરાના સસરા હજી પણ કોર્પોરેટ ગવર્નન્સ અને ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત સેબીની સમિતિના સભ્ય છે. ’તો આગળ વધી એમ પણ જણાવ્યું કે ગૌતમ અદાણીના વેવાઇ વકીલ સિરિલ શ્રોફ સેબીની સમિતિમાં કામગીરી કરે છે.
નોંધનીય છે કે, સિરિલ શ્રોફની દિકરીના લગ્ન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દિકરા કરણ અદાણી સાથે થયા છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટમાં લખ્યુ હતુ કે, ‘જાણીતા વકીલ સિરિલ શ્રોફ પ્રત્યે સમ્માન છે પરંતુ તેમની દિકરીના લગ્ન ગૌતમ અદાણીના દિકરા સાથે થયા છે. સિરિલ શ્રોફ કોર્પોરેટ ગવર્નન્સ અને ઇનસાઇડર ટ્રેડિંગ અંગેની સેબીની કમિટીમાં કાર્યરત છે. જે સેબી અદાણીના કેસમાં તપાસ કરી રહી છે તો, શ્રોફે સામે ચાલીને સમિતિથી અલગ થઇ જવું જોઇએ.’