Friday, May 29, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthબાળકોને શરદી, ખાંસી અને ન્યૂમોનિયા જેવી બિમારીના લક્ષણો જણાય તો શું કરવુ...?

બાળકોને શરદી, ખાંસી અને ન્યૂમોનિયા જેવી બિમારીના લક્ષણો જણાય તો શું કરવુ…?

Published By : Patel Shital

નાના બાળકોને શરદી, ખાંસી અને તાવ તેમજ ન્યૂમોનિયા જેવી બીમારી થાય તો ઘરગથ્થું શું ઉપાય કરી શકાય તેની જાણકારી હોવી જરૂરી છે. બદલાતી ઋતુમાં બાળકોમાં શરદી, ખાંસી, તાવ અને ન્યૂમોનિયાની ફરિયાદ રહે છે. તેનો ઈલાજ ઘરેલુ ઉપાયોથી ન કરી શકાય. પરંતુ સંક્રમણથી બચવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવે તો, બાળકોનું ન્યૂમોનિયા અને અન્ય બિમારીઓથી સુરક્ષિત રાખી શકાય છે. વાયરસ અને બેક્ટેરિયાના કારણે બાળકોને ન્યૂમોનિયા થઈ જાય છે. આવા રોગોને બાળકોથી દૂર રાખવા ઘરગથ્થું ઉપાય અજમાવવા જોઈએ. અત્રે જાણવું જરૂરી છે કે ન્યૂમોનિયા એક પ્રકારનું ફેફસાંનું સંક્રમણ છે, જેનાથી શ્વસનમાર્ગ બાધિત થાય છે, આ રોગમાં ફેફસાંમાં રહેલ વાયુ થેલીઓમાં તરલ ભરાઈ જવાના કારણે સોજો આવી જાય છે. જેમાં વ્યક્તિને ખાંસી, કફ, શરદી, તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓ નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં વધારે જોવા મળે છે. તે સાથે ન્યૂમોનિયાનાં મોટાભાગનાં લક્ષણો ફ્લૂ જેવાં જ હોય છે જેમકે ખાંસી આવવી, કફ થવો, તાવ આવવો (ઠંડી લાગવી), શ્વાસ લેવામાં તક્લીફ થતી હોય ત્યારે બાળકને હળદર નાખી દુધ આપી શકાય તેમજ લવિંગનું પાણી કાળા મરી સાથે ઉકાળીને આપી શકાય છે જે ફાયદાકારક છે. જો તમારું બાળક 10 વર્ષ કરતાં નાનું હોય તો, તમે તેને લવિંગનું પાણી આપી શકો છો. પાણીમાં 2 થી 3 લવિંગ અને કાળામરી ઉકાળી આપતા ફાયદો થાય છે. સાથે જ તુલસીનો ઉકાળો પણ ફાયદાકારક સાબિત થાય છે. જો બાળકને ન્યૂમોનિયા થયો હોય તો, ડૉક્ટરની સલાહ અનુસાર યોગ્ય ઈલાજ કરવો જોઈએ, સાથે-સાથે ડૉક્ટરની સલાહ અનુસાર ઘરેલુ ઉપાયો પણ અજમાવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security