Published By : Disha PJB
શનિવારથી ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં સામાજીકે કાર્યક્રર નિશિતા રાજપૂત દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૌરી વ્રત અને અલુણા કરનાર હિન્દૂ દીકરીઓને ડ્રાયફ્રુટ આપવામાં આવ્યા હતા.
આર.એન.પંડ્યા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 51 મુસ્લિમ દીકરીઓએ જે હિન્દૂ દીકરીઓ અલુણા, ગૌરી વ્રત કરવાની છે તેવી 201 દીકરીઓને હાથમાં મહેંદી મૂકી આપી કોમી એખલાસની સુવાસ ફેલાવી હતી. છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવતીઓને મફતમાં મહેંદી મૂકી આપી સેવા કાર્ય કરે છે. ત્યારે આ અનોખા કાર્યક્રમથી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.