Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateગ્રેજ્યુએશન હવે 3 નહીં 4 વર્ષમાં પુરુ થશે, યૂજીસી ટૂંક સમયમાં કરશે...

ગ્રેજ્યુએશન હવે 3 નહીં 4 વર્ષમાં પુરુ થશે, યૂજીસી ટૂંક સમયમાં કરશે જાહેરાત…

  • પીએચડી પુરુ કરવા માટે 6 વર્ષનો સમય આપ્યો, ઓનલાઈન સ્ટડી બંધ કર્યું

દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપવામાં આવેલી ભલામણો લાગૂ કરવાનું કામ શરુ થઈ ગયું છે. જે અંતર્ગત UGC તરફથી 4 વર્ષિય ગ્રેજ્યુએશન કોર્સ શરુ કરવા માટે સોમવારે ઘોષણા કરવામાં આવશે. યૂજીસી 4 વર્ષિય ગ્રેજ્યુએશન માટે તમામ નિયમો અને નિર્દેશો શેર કરશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ લાગૂ થશે. જે અંતર્ગત 160 ક્રેડિટ સુધી સ્કોર કરનારાને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે.
નવા નિયમ અનુસાર, 4 વર્ષ બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. પણ જે વિદ્યાર્થીને શરુઆતી 6 સેમેસ્ટરમાં 75 ટકાથી વધારે મળ્યા છે અને આગળ ગ્રેજ્યુએશનના સ્તર પર રિસર્ચ પણ કરવા માગે છે, તેમને ફોર્થ ઈયરમાં રિસર્ચ સબ્જેક્ટ પણ પસંદ કરવાનો મોકો મળશે. જે બાદ તેમને ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી આપવામાં આવશે.

હાલના વિદ્યાર્થીઓ પણ એલિજિબલ

જે વિદ્યાર્થી હાલ ત્રણ વર્ષિય ગ્રેજ્યુએશન કોર્સ કરી રહ્યા છે, તેમને પણ ચાર વર્ષિય કોર્સ માટે પાત્ર ગણવામાં આવશે. તેના માટે UGCએ યુનિવર્સિટીઓને કહ્યું કે, તે એક સ્પેશિયલ બ્રિજ કોર્સ તૈયાર કરે, આ ઉપરાંત એક મીડિયા રિપોર્ટમાં UGCના અધ્યક્ષના હવાલેથી જણાવ્યું છે કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને ઈંટ્રેસ્ટ ડેવલપ કરવાની સાથે સાથે તેમને સ્પેશિયલ ફીલ્ડમાં રિસર્ચમાં સક્ષમ બનાવાની ભલામણ પણ કરવામાં આવી છે.

યૂજીસીએ પીએચડી માટે નવા નિયમ

મહિલાઓને બે વર્ષની છૂટ આપવાની વાત કરવામાં આવી રહી છે. પણ મેડિકલી પરેશાની રિસચર્સને કોઈ રાહત આપવામાં આવી નથી. જો કે, યૂજીસીનું માનવું છે કે, નવા નિયમથી સારા વિદ્યાર્થીઓને ફાયદો થશે, પણ આ વાત પણ સ્પષ્ટ છે કે, નવા નિયમમાં વિરોધના કેટલાય કારણ પણ હોય શકે છે. નવા નિયમ અંતર્ગત મહિલાઓ અને દિવ્યાંગોને બે વર્ષની છૂટ આપવામાં આવશે. તો વળી નોકરી કરી રહેલા કર્મચારી અથવા અધ્યાપક પાર્ટટાઈમ પીએચડી કરી શકશે. પહેલા તેની પીએચડી કરવા માટે સ્ટડી લીવ લેવી પડી હતી. તો વળી હવે નવા નિયમ અંતર્ગત જો કોઈ પીએચડી રિસર્ચર રી રજિસ્ટ્રેશન કરાવે છે, તો આવી સ્થિતિમાં વધુમાં વધુ બે વર્ષનો વધારાનો સમય આપવામાં આવશે. સ્થિતિમાં કોઈ પણ સંસ્થા અથવા પીએચડી કોર્સ ચાલુ રાખી શકશે. તેના માટે મંજૂરી આપવામા આવશે, સાથે જ તેમને વારંવાર પીએચડી કોર્સ પુરો કરવા માટે પોતાના શહેરથી દોડાદોડી કરવી પડશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security