Published By : Parul Patel
ચંદ્રયાન – 3ની સફળતાએ ભારતને વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યુ છે. સાથેજ આ સફળતાના પગલે કેટલીક કંપનીઓને ખુબ મોટો ફાયદો થયો છે.
ચંદ્રયાન -3 ની આગવી સફળતાના પગલે લાર્સન એન્ડ ટ્રુબ્રોને સાઉદી અરબ તરફથી બે ઓર્ડર મળ્યા છે. જેની કિંમત 4 અબજ ડોલર એટલે કે 33 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. લાર્સન એન્ડ ટુબ્રોએ ચંદ્રયાન 3માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કંપનીએ ઈસરોને મહત્વપૂર્ણ ઘટકો અને ભાગો પૂરા પાડ્યા હતા.
જ્યારથી ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. ત્યારથી, તે ખાનગી કંપનીઓ માટે પણ સફળ થઈ છે જે કંપનીઓએ આ મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેમાંથી એક એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો છે. જેને હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી કંપની સાઉદી અરબ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને બે ઓર્ડર મળ્યા છે. જેની કિંમત 4 અબજ ડોલર એટલે કે 33 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો અને તે 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો. બજાર બંધ થતા પહેલા કંપનીના શેરમાં 4.55 ટકાનો ઉછાળો આવ્યો હતો.