Home Bharuch ભરૂચ જિલ્લા પોલીસ સહીત રાજ્ય પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર…

ભરૂચ જિલ્લા પોલીસ સહીત રાજ્ય પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર…

0

Published By : Parul Patel

ગુજરાત પોલીસ અને SBI વચ્ચે MOU થતા સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે.

ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્યની પોલીસ તંત્રના જવાનો માટે આનંદના સમાચાર સાંપડી રહ્યા છે.
ગુજરાત પોલીસના જવાનો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ગુજરાત પોલીસ અને SBI વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી એકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે.

જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાત પોલીસ આલમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે. ખાસ પોલીસ જવાનોને રૂ.1 કરોડ સુધીનો અકસ્માત વિમો આપવામાં આવશે..જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામા આવ્યો છે ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે. ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version