- મહાપંચાયત’માં દિલ્હીના તમામ વેપારીઓ અને ઈન્ડસ્ટ્રી એસોસિએશન તમામ પદાધકારીઓ ભાગ લેશે: બ્રિજેશ ગોયલ
ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં આવેલા તણાવ બાદ ચેમ્બર ઓફ ટ્રેડ ઈન્ડસ્ટ્રી (CTI) એ ચાઈનીઝ ઉત્પાદનના બહિષ્કાર માટે દિલ્હીમાં 25 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી છે. આ બેઠકને ‘મહાપંચાયત’ નામ આપવામાં આવ્યું છે.
CTIના ચેરમેન બ્રિજેશ ગોયલનો દાવો છે કે આ બેઠકમાં દિલ્હીના તમામ વેપારીઓ અને ઈન્ડસ્ટ્રી એસોસિએશન તમામ પદાધકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં રાજધાનીના વેપારીઓ ચાઈનીઝ ઉત્પાદનોનો કેવી રીતે બહિષ્કાર કરશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એક અંદાજ મુજબ રાજધાનીમાં જ લગભગ 50 હજાર કરોડના ચાઈનીઝ ઉત્પાદનોનું ટર્નઓવર છે. હવે અમે વેપારીઓને જાગૃત કરીશું કે તેઓ ચીનમાં બનેલા ઉત્પાદનોનો બહિષ્કાર કરે. અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ CTI ચીનના ઉત્પાદનોનો વિરોધ કરી રહ્યું છે. તે અંગે દિલ્હીના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે.
ભારતીય ઉત્પાદન જ ખરીદીશુ, ભલે બમણી કિંમત ચુકવવી પડેઃ કેજરીવાલ
તેમણે દેશવાસીઓને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ કહે છે કે ચાઈનીઝ ઉત્પાદનો સસ્તા હોય તો પણ અમારે નથી જોઈતા. અમે ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા માટે તૈયાર છીએ, ભલે અમારે તેની બમણી કિંમત ચૂકવવી પડે.




