- ચાઇનીઝ ફોન કંપનીઓ ભારતમાં બજાર હિસ્સો ગુમાવશે
રેટિંગ એજન્સી ફિચે માર્કેટ વોચ ફર્મ કાઉન્ટરપોઇન્ટ અને IDCના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના દબાણને કારણે ચીનની કેટલીક સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં તેમનો બજાર હિસ્સો ગુમાવી શકે છે. ફિચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી એજન્સીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલ પગલાની અસર ચીનની સ્માર્ટફોન કંપનીઓ પર જોવા મળશે. ભારતમાં માંગ મજબૂત રહેશે. પરંતુ ચીનની કંપનીઓ માર્કેટ શેર ગુમાવી શકે છે.
ભારતીય મહેસૂલ એજન્સીઓ Vivo India, Oppo, અને Xiaomi સામે આશરે રૂ. 7,300 કરોડની કરચોરીના આરોપોની તપાસ ચાલી રહી છે. અને તેની અસર માર્કેટમાં દેખાવા લાગી છે. વર્ષ ૨૦૨૧મા Xiaomiના હિસ્સામાં ભારતીય બજારમાં 32%નો ઘટાડો જોવા મળ્યો છે.
જૂન સુધીમાં, દેશની ટોપ-5 સ્માર્ટફોન કંપનીઓમાંથી 4 ચીનની છે, જે 63% બજાર હિસ્સો ધરાવે છે. ટોપ-5માં આવેલ કંપનીઓમાં એકમાત્ર સેમસંગએ ચીની કંપની નથી. ચીનની કંપની Xiaomi 19% માર્કેટ શેર સાથે ટોપ પર છે. જો કે ગત વર્ષની સરખામણીમાં Xiaomiના બજાર હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.